ઉમાશંકર જોશીની જન્મ જયંતીએ આયોજિત “સર્વત્ર ઉમાશંકર” કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને બનાસકાંઠા ડીસ્ટ્રીક કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈનઆટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી વિભાગ અંતર્ગત આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૭૦ શ્રોતાજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના તજજ્ઞ એક ઉમદા સજૅક વ્યક્તિત્વ વક્તા શ્રી યશોધર હ. રાવલ અને યુવા કવિ,અનુવાદક,લેખક શ્રી વિકી ત્રિવેદીએ ઉમાશંકર જોશીના સાહિત્યનો વિદ્યાર્થીઓને પરીચય કરાવ્યો હતો. આ વ્યાખ્યાનમાં માં કૉલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપક હાજર રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળના સભ્ય ડૉ.પરેશ પરીખ અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. કૉલેજના પ્રિ.ડૉ.રમેશકુમાર બી.પટેલ દ્વારા વક્તાશ્રીઓનું પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કૉલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પરીવારના સંયોગ થી આ કાયૅક્રમનું સુંદર આયોજન થયું હતું.આ વ્યાખ્યાનનું સંચાલન ડૉ.આકૃતિ પંચાલે કર્યું હતું અને આભાર વિધી ડૉ.ગણપતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.આ સમગ્ર વ્યાખ્યાનનું નું આયોજન ગુજરાતી વિભાગ અંતર્ગત કૉલેજના પ્રિ.ડૉ.રમેશકુમાર બી. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.